“There’s been discussion in the public domain on Disturbed Area Act (અશાંત ધારા) to be implemented in Limbayat, Surat.”
My few thoughts on that subject:
- લીંબયાત માં અશાંત ધારો આજે લાગુ કરવામાં કોઈ ને પણ ફાયદો નથી. આ કાયદો લાગુ થવાથી ઉલટું હિન્દૂ સમુદાય ને વધારે નુકશાન છે.
- અશાંત ધારો લાગવા થી લીંબયાત વિસ્તાર ના રહીશો ને(હિન્દૂ/મુસ્લિમ/અથવા કોઈ પણ કોમ ના) મકાન/ઘર વેચવા માટે જિલ્લા કલેકટર નીપરમિશન લેવું પડશે.
- જે એરિયા માં આ કાયદો લાગશે એ વિસ્તાર ના બધા રહીશો ને(હિન્દૂ/મુસ્લિમ) લાગુ પડશે. આ કાયદો “કબ્જા રશીદ” વાળા મકાન/ઘર વેચનાર ને લાગુ પડશે નહીં.
- લીંબાયત વિસ્તાર માં જે વિસ્તાર માં અશાંત ધારા ની માંગણી થઈ છે એ વિસ્તાર અને સોસાયટીઓ માં 90% મુસ્લિમ સમુદાય ના લોકો હાલ માં રહે છે.
- આ કાયદા થી હિન્દૂ સમુદાય ને અશાંત ધારા લગાવેલા વિસ્તારો માંથી બાહર નીકળવા તકલીફ થશે. ‘કબ્જા રશીદ’ વાળા ને મોટુ નુકશાન થશે.
- લીંબયાત વિસ્તાર માં મોટા ભાગ ના મકાનો ‘કબ્જા રશીદ’ પર લે વેચ થાય છે. એટલે અશાંત ધારો લાગવાથી પણ આ વિસ્તાર કોઈ ફેર નહીં પડે.